વજન ઘટાડવા માટે આદુ કેવી રીતે ઉપયોગી છે, ચાલો જાણીએ


By Jivan Kapuriya07, Aug 2023 11:13 AMgujaratijagran.com

આદુથી વજન ઓછુ કરો

આદુ એ એક અસરકારક સુપરફૂડ છે, જેની મદદથી તમે યોગ્ય આહાર અને કસરત સાથે વજન ઘટાડી શકો છો.

આ રીતે ઉપયોગી છે

આદુમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે તમારા મેટાબોલિઝમને વધારે છે. આદુથી તમે કેવી રીતે વજન ઘટાડી શકો છો તે અહીં જાણીએ છીએ.

આદુ પાવડર

આદુનું સેવન કરવાની એક લોકપ્રિય રીત આદુ પાવડર છે.આદુને ગરમ પાણીમાં મિક્સ કરો અથવા તમારા ખોરકમાં ઉમેવાથી ફાયદો જોવા મળશે.

અદ્રક ચા

આદુની ચા અથવા અદ્રક ચા એ ભારતમાં મોટા પ્રમાણમાં લોકપ્રિય પીણું છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

આદુ પાણી

એક ગ્લાસ હુંફાળા પાણીમાં આદુના રસના થોડા ટીપાં ઉમેરો અને સવારે તેનું સેવન કરો અથવા દિવસભર તેને ચૂસવાથી ચરબી બર્ન થાય છે.તમે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે થોડું મધ ઉમેરી શકો છો.

આદુ સાથે લીંબુ પાણી

આદુ અને લીંબુના રસને પાણીમાં મિક્સ કરવાથી એક શક્તિશાળી પીણું બનશે જે તમારા વજન ઘટાડવા માટે મદદરૂપ થઈ શકે છે, તેને સવારે પીવો.

ડિટોક્સ પીણું

એક ચમચી આદુને છીણીને ગરમ પાણીમાં નાખો. હવે તેમાં બે-ત્રણ ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરો અને તેને દિવસભર ચૂસો જેનાથી ચરબી બર્ન થશે.

આદુ કેન્ડી

આદુના ટુકડા કરી અને લીંબુનો રસ,આમચૂર પાવડર,કાળા મરી અને મીઠું ઉમેરીને ઘરે જ બનાવો. તેને તડકામાં સૂકાવવા દો અને ખાવ.

ટાઈફોઈડના દર્દીઓએ આહારમાં આ ખોરાક લેવો જોઈએ