સામાન્ય રીતે લોકો પાસેથી સાંભળવા મળતુ હશે કે તેમનો મહિના દરમિયાન ખૂબ જ ખર્ચ થઈ જતો હોય છે. જેથી બચત કરવી તો દૂરની વાત થઈ જાય છે.
બચત આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે ક્યારેક ઈમર્જન્સીની સ્થિતિમાં બચત જ આપણને કામ આવે છે. આ સંજોગોમાં બચત કરવી ખૂબ જ જરૂરી બની જાય છે
મોટાભાગના લોકો તેમના મહિનાના ખર્ચ અને જરૂરિયાતોનું બજેટ બનાવી શકતા નથી. તેને લીધે પૈસા આવે તે અગાઉ જ ખર્ચનું આયોજન કરી બેસે છે. માટે બચત સંબંધિત યોગ્ય બજેટ બનાવો.
જો મહિનાની શરૂઆતમાં બજેટ બનાવી લો છો તો તેને લીધે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ લાગશે અને બચત પણ થશે.
મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોદ જરૂર ન હોય તેમ છતાં કરે છે. આ સંજોગોમાં દેવની ચુકવણીમાં મોટાભાગના પૈસા પૂરા થઈ જાય છે. માટે ક્રેડિટ કાર્ડનો સાવચેતીભર્યો ઉપયોગ કરો.