આ સેક્ટર્સમાં ફેલાયેલો છે અદાણી ગ્રુપનો કારોબાર


By 02, Feb 2023 09:52 PMgujaratijagran.com

ગૌતમ અદાણીની કંપનીઓ

અદાણી ગ્રુપ એક ભારતીય MNC છે,જે અલગ-અલગ સેક્ટરમાં કામ કરે છે.

આ ક્ષેત્રોમાં છે કાર્યરત

અદાણી ગ્રુપ, કોલસાની ખાણ, વ્યાપાર, વીજળી ઉત્પાદન, પોર્ટ મેનેજમેન્ટ, હરિત ઊર્જા, એરપોર્ટ ઓપરેશન્સ, નેચરલ ગેસ, ફૂડ પ્રોસેસિંગ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ કારોબાર કરી રહ્યાં છે

અદાણી એન્ટરપ્રાઈઝ

અદાણી ગ્રુપના વડપણ હેઠળની કંપની છે અદાણી એન્ટરપ્રાઈઝ, તે કોલસાની ખાણો અને વ્યાપાર સાથે જોડાયેલી છે.

ત્રણ મુખ્ય સહાયક કંપની

અદાણી એન્ટરપ્રાઈઝની ત્રણ મુખ્ય સહાયક કંપની છેઃ અદાણી વિલ્મર (ફૂડ પ્રોસેસિંગ), અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ (એરપોર્ટ ઓપરેશન્સ) અને અદાણી રોડ ટ્રાન્સપોર્ટ (રોડ ડેવલપમેન્ટ)

ગ્રીન એનર્જી

આ ઉપરાંત, અદાણી ગ્રીન એનર્જી કંપની મારફતે સોલર અને વિંડ એનર્જી પર કામ કરવામાં આવી રહ્યું છે.

SEZ

અદાણી પોર્ટ એન્ડ સેઝ (SEZ) ભારતમાં સૌથી મોટી પ્રાઈવેટ પોર્ટ કંપની અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન છે.

પાવર સેક્ટર

અદાણી પાવર, પ્રાઈવેટ વીજળી ઉત્પાદક કંપની છે અને અદાણી ટ્રાન્સમિશન, પાવર ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને સંભાળે છે.

ગેસ સેવા

અદાણી ગેસ કભારતમાં પાઈપલાઈન મારફતે ઈન્ડસ્ટ્રીયલ તથા રેસિડેન્શિયલ ગ્રાહકોને ગેસ સેવા પૂરી પાડે છે.

એફએમસીજી

આ ઉપરાંત અદાણી વિલ્મર કંપની ફોર્ચ્યુન, આધાર, કિંગ્સ, અવસર, રાગ ગોલ્ડ જેવી અનેક બ્રાંડ્સ ધરાવે છે.

Budget 2023 : જાણો, શું સસ્તું થયું, શું મોંઘું