જ્યારે આંખોની રોશની નબળી પડવા લાગે છે, ત્યારે ચશ્માના નંબર વધવા લાગે છે.
જેમ જેમ ચશ્માના નંબર વધે છે તેમ તેમ વ્યક્તિને ચશ્મા વગર જોવામા તકલિફ થવા લાગે છે.
જો તમારા ચશ્માના નંબર સતત વધી રહ્યા હોય તો, આચાર્ય બાલકૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ઉપાયો તમને ઉપયોગી થશે.
આચાર્ય બાલાકૃષ્ણ કહે છે કે, આંખોની રોશની સુધારવા માટે બદામ ખાઓ.
બદામ વિટામિન ઇથી ભરપૂર હોય છે અને આંખોની રોશની સુધારવામાં અસરકારક છે.
રાત્રે સૂતા પહેલા તમે દૂધ સાથે બદામ ખાઈ શકો છો.
જો આ રીતે બદામનું સેવન કરવામાં આવે તો આંખોની સાથે સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.