આપણા જીવનમાં ધણા લોકો સ્વાર્થી સ્વભાવના હોય છે જે પોતાનો જ સ્વાર્થ જ જોતા હોય છે. આવા સ્વાર્થેી લોકો આપણો જીવનમાં અને આપણને નુકસાન પહોંચાડી શકે છેં તેઓ મીઠા ઝેરની માફક કામ કરે છે, માટે તેમનાથી દૂર રહેવું જરૂરી છે. આ સ્ટોરીમાં આપણે સ્વાર્થી વ્યક્તિઓની કેટલીક આદતો વિશે વાત કરીશું
સ્વ-મહત્વની ભાવના ધરાવનાર આ લોકો થોડી સફળતા પ્રાપ્ત કર્યા પછી ઘમંડી બની જાય છે અને બીજા પર પોતાનો હક જતાવે છે
તેઓ વહેંચવામાં માનતા નથી પરતું સંગ્રહી રાખવામાં માને છે, આ સિવાય તેઓને હંમેશા જરૂર કરતાં વધુની ઈચ્છા રહેતી હોય છે.
સ્વાર્થી લોકો ઘણીવાર પોતાના ફાયદા માટે કામ કરે છે, માટે તે માટે તેઓ બીજાનો ઉપયોગ પોતાની ઈચ્છા પૂરી કરવા કરતા હોય છે
સ્વાર્થી લોકો અન્ય લોકોને દુઃખ પહોંચાડ્યા પછી પસ્તાવો નથી કરતા અને પોતાની ભૂલ પણ નથી સ્વીકારતા.
સ્વાર્થી લોકો પોતાની જરૂરિયાતો અને ઇચ્છાઓને વધારે મહત્વ આપે છે. તેઓ ઘણી વાર પોતાની જાતમાં અને તેમની ગમતી વસ્તુઓમાં જ વ્યસ્ત હોય છે
આવા લોકો પોતને પહેલા બચાવે છે બીજાને મુશ્કેલીમાં મૂકતા પહેલા બે વાર વિચારતા પણ નથી.
તેઓ બીજાને ગ્રાન્ટેટ લેતા હોય છે અને તેમને ખરૂ ખોટી સંભાળવામાં બે વાર વિચારતા પણ
જો તમારી આસપાસ આવા લોકો છે, તો શક્ય તેટલી વહેલી તકે તેમનાથી અંતર રાખી લો. શિક્ષણ સંબંધિત તમામ સમાચારો માટે વાચતા રહો ગૂજરાતી જાગરણ