માત્ર 70 હજારની અંદર મળે છે દમદાર Electric Scooter
By Kishan Prajapati05, Dec 2022 05:00 PMgujaratijagran.com
પેટ્રોલ-ડીઝલના વધુ ભાવને લીધે મોટાભાગના લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
જો તમારું બજેટ 70 હજાર રૂપિયા છે તો તમે આ કિંમતમાં દમદાર સ્કૂટર ખરીદી&શકો છો.
Hero Electric NYX HX સ્કૂટર પણ&70 હજારની અંદર બજારમાં મળે છે.
આ સ્કૂટરની એક્સ શો રૂમ 67,540 રૂપિયા છે. કંપનીનો દાવો છે ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 165 કિમીની રેન્જ આપે છે.
Ampere Magnus Ex ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલરની ટોપ સ્પીડ 53 કિમી પ્રતિ કલાક છે. તેમાં 60V, 28 Ah Li-Ion ડિટેચેબલ બેટરી આપવામાં આવી છે. જેને ચાર્જ થવામાં 5-6 કલાકનો સમય લાગે છે.
કિંમતની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત 66,520 હજાર રુપિયા છે.
Ampere Zeal Ex એન્ટ્રી લેવલનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. સબસિડી સાથે Ampere Zeal ઇલેક્ટ્રીક સ્કૂટર 60,520 રૂપિયા એક્સ શો રૂમ છે.