થોડું જ ઓલિવ ઓઇલ કરે મોટી કમાલ, જાણો કેવી રીતે ઉપયોગ કરવો


By 02, Feb 2023 03:44 PMgujaratijagran.com

મેકઅપ ઉતારવામાં કામ લાગે છે

એક કોટન પેડને ઓલિવ ઓઇલમાં ડિપ કરીને ચહેરા પર લગાવો અને નરમ હાથથી રબ કરો. ત્યારબાદ પણીથી ધોઇ લો. મેકઅપ સરળતાથી નીકળી જશે.

ચ્યુઇંગમ નીકાળી શકો છો

વાળમાં ચ્યુઇંગમ ચોંટી ગઇ હોય તો ઓલિવ ઓઇલ લગાવીને દસ મિનિટ સુધી રહેવા દો, ચ્યુઇંગમ નિકળી જશે.

સ્ટ્રેચ માર્ક દૂર કરો

ગર્ભાવસ્થા અથવા તો વજન ઓછું કર્યાં પછી ઘણાંને સ્ટ્રેચ માર્ક થઇ જાય છે. સ્ટ્રેચ માર્ક ઉપર ઓલિવ ઓઇલ લગાવીને મસાજ કરો, ધીરે ધીરે સ્ટ્રેચ માર્ક ઘટવા લાગશે.

કાનનો મેલ દૂર કરો

રાત્રે સૂતા પહેલાં ઓલિવ ઓઇલના અમૂક ટપકા કાનમાં નાંખો. સવારે ઊઠીને કોટન બર્ડ્સથી કાન સાફ કરી લો. કાનનો મેલ સરળતાથી નીકળી જશે.

સ્ટીલના વાસણો ચમકાવો

જો સ્ટીલના વાસણોમાં ગંદકી જમા થઇ ગઇ હોય તો તેના પર ઓલિવ ઓઇલના કેટલાક ટપકાં નાખો અને નરમ હાથે સાફ કરો, વાસણ ચમકવા લાગશે.

કાનની સમસ્યામાં રાખો સાવધાની