બાસમતી ચોખા પર MEP ઘટવાથી નિકાસમાં વધારો થયો


By Nileshkumar Zinzuwadiya04, Nov 2023 04:17 PMgujaratijagran.com

લઘુત્તમ નિકાસ

ભારતે બાસમતી ચોખાના લઘુત્તમ નિકાસ મૂલ્ય 1200 ડોલર પ્રતિ ટનથી ઘટાડી 950 ડોલર કર્યાં બાદ તુર્કી તરફથી બાસમતી ચોખાની ખરીદી નિકળી છે. તેને લીધે નિકાસ બજારોમાં કિંમતો વધી 975-1000 ડોલર પ્રતિ ટન થઈ છે.

વાવેતર વિસ્તાર

બાસમતી ચોખાનો કુલ 1.7 મિલિયન હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 1,509 જાતનું ક્ષેત્રફળ આશરે 40 ટકા છે.વર્ષ 2022-23માં બાસમતી ચોખાની નિકાસ 4.5 મિલિયન રહી, જેનું મૂલ્ય 38,524.11 કરોડ હતું.

ખાડી દેશ મુખ્ય ખરીદદાર

આ પૈકી ખાડી દેશ મુખ્ય ખરીદદાર હતા. ભારતમાં ઉત્પાદિત 80 ટકાથી વધારે બાસમીત ચોખાની નિકાસ કરવામાં આવે છે.

જૂના કોન્ટ્રેક્ટર

જૂના કોન્ટ્રેક્ટર કે જે 1200 ડોલર પ્રતિ ટનથી ઓછી કિંમતને લીધે અટકાવી દીધી હતી. હવે તે મોકલવામાં આવી રહ્યા છે.

ભારતનું વિદેશી ભંડોળ વધીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું