આમળા વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ, આ હેલ્ધી ફળ ખાવાની કેટલીક આડઅસર પણ છે.
આમળાને વધુ પ્રમાણમાં ખાવાથી તમારી પાચન તંત્રને નુકસાન થાય છે. તેનાથી પેટની સમસ્યા વધી શકે છે.
આમળાના સેવનથી ડાયેરિયાની સમસ્યા વધી શકે છે.
આમળામાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે. વિટામિન સી વધુ માત્રામાં એસિડિટી વધારી શકે છે.
આમળાનું સેવન કરવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધી શકે છે.
આમળાનું સેવન કરવાથી એલર્જીક પ્રતિક્રિયાઓ વધી શકે છે.
આમળાનો રસ વધુ પડતો પીવાથી ત્વચામાં ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
આમળામાં કેટલાક સંયોજનો મળી આવે છે જે શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ બને છે.
આમળા વધારે ખાવાથી લીવરને નુકસાન થાય છે અને લીવરની બીમારીઓ વધી શકે છે.