Raw Turmeric Benefits: શિયાળામાં કાચી હળદરનું સેવન કરવાની પરફેક્ટ રીત અને ફાયદા


By Vanraj Dabhi23, Dec 2024 01:05 PMgujaratijagran.com

કાચી હળદરના ફાયદા

ઠંડીથી બચવા અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા શિયાળામાં કાચી હળદરનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

શરદી અને ઉધરસ થી રાહત

કાચી હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણ હોય છે. તેથી તે શરીરને ગરમ રાખવાની સાથે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી પણ બચાવે છે.

રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર

કાચી હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે કુદરતી રીતે બળતરા ઘટાડે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

થાક દૂર કરે છે

કાચી હળદરનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે, જે શિયાળામાં ઠંડીથી બચાવે છે. તેના સેવનથી રક્ત પરિભ્રમણ પણ સુધારી શકાય છે, જેના કારણે શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થતો નથી.

દૂધમાં કાચી હળદર

રાત્રે દૂધમાં કાચી હળદર નાખીને ઉકાળીને તેનું સેવન કરી શકાય છે. તેનાથી શિયાળાની સમસ્યાઓથી રાહત મળે છે.

તુલસીનો ઉકાળો

કાચી હળદર અને તુલસીનો ઉકાળો પીવાથી શરીરને તાજગી મળે છે. તેનાથી શરદી અને ઉધરસથી બચી શકાય છે.

કીટાણુઓ નાશ કરે

કાચી હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ જોવા મળે છે, જે શરીરમાંથી કીટાણુઓને નાશ કરે છે. તે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

લોહીમાં સુધારો કરે

કાચી હળદરમાં એન્ટિ-ક્લોટિંગ ગુણ હોય છે, જે લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે.

હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો

કાચી હળદરનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. તેનાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Leaves Benefits: સવારે ખાલી પેટ મેથીના પાનનું જ્યુસ પીવો તો શું થાય છે?