હનુમાન ચાલિસા અનુસાર આ આઠ સિદ્ધિઓ માતા જાનકીએ બજરંગબલીને આપી હતી, જાણો કઈ-કઈ છે આ સિદ્ધિઓ
અણિમાનો અર્થ થાય છે અણુથી પણ નાનો આકાર ધારણ કરવો. આ સિદ્ધિથી બજરંગબલી સુક્ષ્મરુપ ધારણ કરી શકે છે.
મહિમાનો અર્થ છે કે શરીરના આકારને ખૂબ જ મોટું કરી લેવું. લંકા તરફ જતાં હનુમાનજીએ સુરસા રાક્ષસીને હરાવવા માટે શરીર વિશાળ કર્યું હતું.
ગરિમાનો અર્થ છે કે શરીરને ખૂબ જ ભારે કરી લેવું, આ સિદ્ધિથી બજરંગબલી પોતાનો ભાર પહાડથી પણ વધુ કરી લે છે.
લધિમા સિદ્ધિનો અર્થ છે કે શરીરને ભાર વગરનું બનાવી દેવું, આ સિદ્ધિથી હનુમાનજી પોતાના શરીરને વાયુ જેવું પતલું કરી શકે છે.
પ્રાપ્તિનો અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુને તરત જ પામી લેવી. આ મારફતે બજરંગબલી કોઈ પણ વસ્તુને પામી લે છે.
પ્રાકામ્ય સિદ્ધિથી પાતાળથી લઈને આકાશ સુધી પહોંચી શકાય છે. આ સાથે જ પાણીની અંદર પણ જીવીત રહી શકીએ છીએ.
ઈશીત્વ સિદ્ધિની મદદથી દૈવીય શક્તિઓની પ્રાપ્તિ થઈ શકે છે.
વશીત્વનો અર્થ થાય છે કે દરેકને પોતાના વશમાં કરવા અને તેમના મન પર નિયંત્રણ કરવું.