આ 8 કારણોના લીધે તમારે રાત્રે દહીંથી દૂર રહેવું જોઈએ


By Smith Taral26, Apr 2024 12:20 PMgujaratijagran.com

કહેવાય છે રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ, જેથી તમારુ પાચનતંત્ર સ્વસ્થ રહે. આ સિવાય દહીંને પણ રાત્રે ન ખાવાની સલાહ આપવામા આવે છે, આવો જાણીએ કયા કારણોસર રાત્રે દહીં ન ખાવું જોઈએ

પાચન સંબંધી સમસ્યાઓ

દહીંમાં લેક્ટોઝ રહેલું હોય છે, આ પેટમાં સુગરનું કામ કરે છે જો દહીંનું રાત્રે સેવન કરવામાં આવે તો પાચનક્રીયા ધીમી પડી જાય છે

એસિડિટી

દહીં એસિડિક ખોરાક છે, એનું જો રાત્રે સેવન કરવામાં આવે તો એસિડિટી અથવા એસિડ રિફ્લક્સ થઈ શકે છે.

વજન વધારે છે

રાત્રે ખાસ કરીને ભારે ભોજન સાથે દહીં ખાવામાં આવે તો વજન વધવાની સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં ચરબી અને કેલરી ભરપૂર માત્રામાં હોય છે.

ઊંઘમા ખલેલ થાય છે

પાચન અને એસિડિટીની સમસ્યા સિવાય દહીં ખાવાથી રાત્રે ઊંઘમા પણ ખલેલ પહોંચે છે

એલર્જી

જેમને એલર્જી અથવા જે લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્ટ હોય તેમને દહીં ખાવું નુકસાનકારક હોય શકે છે

શરદી, ઉધરસ

રાત્રે દહીં જેવા ઠંડા ખોરાકનું સેવન કરવાથી શરીરના તાપમાનના અસર થાય છે. રાત્રે દહીં ખાવાથી શરદી, ઉધરસ અથવા ગળામાં તકલીફ થઈ શકે છે

બ્લોટીંગ

રાતના સમયે પાચન પ્રક્રિયા મંદ પડી જાય છે, તેવામાં જો દહીંનું સેવન કરવામાં આવે તો પચવામાં મુશ્કેલ થઈ શકે છે, અને બ્લોટીંગ થઈ શકે છે

કિચન ટિપ્સઃ આ વસ્તુઓનો ઉપયોગ કરો ચાના ગંદા વાસણને ચમકતા કરી દેેશે