આ 8 ફળો ખાવાથી તમે કુદરીતે વજન ઘટાડી શકો છો


By Smith Taral03, Mar 2024 11:40 AMgujaratijagran.com

તરબૂચ

તરબુચ, ટેટી વગેરેના લો કેલરીવાળા ફળો અને જેમા પાણીની માત્રા પણ વધારે છે,આના સેવનથી તમારુ શરીર હાઈડ્રેટેડ રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે.

કેળા

કેળા તમને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે જે તમારી કર્બસ અને સુગરની ભૂખને ઘટાડે છે.

ગ્રેપફ્રુટ્સ

ગ્રેપફ્રુટ્સને તમારે વેઈટ લોસના ડાયેટમાં શામેલ કરવું જોઈએ, આ તમારા શરીરમાં ઈન્સયુલીનું લેવલ ઘટાડે છે. આમા ફાઈબરનું પ્રમાણ પણ વધું હોય છે.

સંતરા

સંતરામાં વિટામીન સી અને ફાઈબર રહેલું હોય છે જે મેટાબોલીઝમને વધારે છે અને પાચનને સારુ કરે છે. આ સિવાય તેમા કેલરી પણ ઓછી રહેલી હોય છે જેના સેવનથી વજન વધવાની સમસ્યા રહેતી નથી

કીવી

કીવીમા વિટામીન્સ, મિનરલ્સ અને ફાઈબર રહેલા હોય છે. આમાં લો ગ્લાઈસેમીક ઈન્ડેક્સ હોય છે જે સુગર લેવલને નિયંત્રણમા રાખે છે.

સફરજન

સફરજન ફાઈબરથી ભરપૂર હોય છે ખરેખર એ સોલ્યુબલ ફાઈબર છે જેના સેવનથી તમને પેટ ભરેલું લાગે છે અને ભૂખને ઘટાડે છે

એવોકાડો

એવોકાડો બાકી ફળોની સરખામણીમાં કેલરીમાં હાઈ હોય છે. જોકે તેમા હેલ્ધી ફેટ્સ રહેલુ હોય છે જે વજન વધવા પર નિયંત્રણ લાવે છે.

બેરીસ

બેરીસ બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને તમારી ભૂખ ઓછી કરે છે.

કચ્છી દાબેલી અને તેનો મસાલો બનાવવાની રીત