હિમોગ્લોબિનમાં આયર્ન હોય છે, જે હવામાથી ઓક્સિજન શોષવામાં મદદ કરે છે અને તેને શરીરમાં દરેક અગો સુધી પહોંચાડે છે. ચાલો જાણીએ કયા ફળોમાંથી તમે ભરપૂર પ્રમાણમાં ઓકસીજન મેળવી શકો છો
દાડમમાં આયર્ન, વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટો રહેલુંં હોય છે. આયર્ન હિમોગ્લોબિનના સંશ્લેષણમાં મદદ કરે છે, જ્યારે દાડમમાં રહેલું વિટામિન સી આયર્નના શોષણમાં સુધારો કરે છે
સફરજન હિમોગ્લોબિન સ્તરને બેલેન્સ રાખવા માટે જરૂરી છે. તે વિટામિન સી અને આયર્નનો સારો સ્ત્રોત છે
આયર્ન અને વિટામિન સીથી ભરપૂર દ્રાક્ષ લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.
જરદાળુ ઉચ્ચ પ્રમાણમાં આયર્ન રહેલુ હોય છે જે હિમોગ્લોબિન સંશ્લેષણમાં મદદ કરે છે, જ્યારે વિટામિન સી આર્યનના શોષણમાં મદદરુપ થાય છે.
જામફળમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન અને વિટામિન સી રહેલુ હોય છે જે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.
સ્ટ્રોબેરીમાં એન્ટીઑકિસડન્ટો અને વિટામિન સીથી સમૃદ્ધ હોય છે જે કુદરતી રીતે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.
તડબૂચમાં આયર્ન અને વિટામિન-સી જેવા ગુણો હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે તેમજ આયર્નના શોષણની ક્રિયાને વધુ સારી બનાવે છે.