ભારતના સૌથી ગંદા રેલવે સ્ટેશન : ભારતના આ 8 રેલવે સ્ટેશનો પર કચરાના ઢગલા જ હોય,


By Vanraj Dabhi08, Dec 2023 01:03 PMgujaratijagran.com

પેરુંગલાથુર રેલવે સ્ટેશન

તાજેતરમાં રેલવેના સ્વચ્છ પોર્ટલ પર એક યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તમિલનાડુનું પેરુંગાલથુર ભારતના સૌથી ગંદા રેલવે સ્ટેશનોમાંથી એક છે.

કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન

સૌથી પ્રદૂષિત શહેરમાં સામેલ કાનપુરનું સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પણ સૌથી ગંદા સ્ટેશનોમાંનું એક છે.

પટના રેલવે સ્ટેશન

બિહારની રાજધાની પટના છે અને અહીંનું પટના રેલ્વે સ્ટેશન પણ ભારતના સૌથી ગંદા સ્ટેશનોમાંનું એક છે. અહીં કચરો અને ગટર વગેરેની સમસ્યા સામાન્ય છે.

સદર બજાર રેલ્વે સ્ટેશન

દિલ્હીમાં આવેલ સદર બજાર વિશે તો તમે જાણતા જ હશો પરંતુ તમને જણાવી દઈએ કે સદર બજાર રેલવે સ્ટેશનને ભારતના સૌથી ગંદા સ્ટેશનોમાંથી એક માનવામાં આવે છે.

વેલાચેરી રેલ્વે સ્ટેશન

તમિલનાડુમાં આવેલ વેલાચેરી પણ સૌથી ગંદા રેલવે સ્ટેશનોમાંનું એક છે. એવું કહેવાય છે કે તે એટલું ગંદુ છે કે અહીંયા કોઈ ફરવા જવાનું પસંદ કરતું જ નથી.

અરરિયા કોર્ટ રેલવે સ્ટેશન

બિહારના પટના જ નહીં પરંતુ અરરિયા રેલ્વે સ્ટેશન પણ ભારતના સૌથી ગંદા સ્ટેશનોમાંનું એક માનવામાં આવે છે. અહીં પ્રવાસ માટે બહુ ઓછા લોકો આવતા હોય છે.

ખુર્જા રેલવે સ્ટેશન

ઉત્તર પ્રદેશમાં આવેલ ખુર્જા ભારતનું સૌથી મોટું રાજ્ય છે તે પણ ભારતના સૌથી ગંદા રેલ્વે સ્ટેશનોમાંનું એક માનવામાં આવે છે. કહેવાય છે કે પ્લેટફોર્મથી ટ્રેક સુધી કચરો ફેલાયલ હોય છે.

ઓટ્ટાપલમ રેલવે સ્ટેશન

સાઉથ ઈન્ડિયાનું બીજું સૌથી ગંદું રેલવે સ્ટેશન માનવામાં આવે છે. આ ગંદું રેલવે સ્ટેશન કેરળમાં આવેલ છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક અને શેર કરજો અને આવી મુસાફરી સંબંધિત અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Winter Travel Tips : જો તમે શિયાળામાં ફરવા જવાનો પ્લાન કરતા હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો