જો તમે શિયાળામાં ફરવા જવાનો પ્લાન કરતા હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો


By Vanraj Dabhi02, Dec 2023 05:40 PMgujaratijagran.com

શિયાળાની મુસાફરીમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

શિયાળો શરૂ થતાં જ લોકો ફરવાનું પ્લાનિંગ શરૂ કરી દે છે. આ તકે દરેક લોકો હિમવર્ષા જોવા માંગે છે. તેથી જો તમે પણ શિયાળામાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો.

હવામાન અપડેટ્સ જોતા રહો

શિયાળાની ઋતુમાં ટ્રિપ પર જતાં પહેલાં જે તે જગ્યાનું હવામાન અપડેટ ચોક્કસપણે તપાસ કરવું જોઈએ. જેથી તમે હવામાન અનુસાર યોગ્ય કપડાં પસંદ કરી શકશો.

જરૂરી વસ્તુઓનું પેકિંગ કરો

હવામાન અનુંસાર કપડાં પેક કરવા ખૂબ જ જરૂરી છે. જ્યારે ઠંડી હોય ત્યારે તમારી બેગમાં વૂલન કપડાં, મોજાં, કેપ, સ્કાર્ફ વગેરે રાખો.

પેકિંગ કરવાની યાદી તૈયાર કરો

ઘણીવાર આપણે બેગ પેક કરતી વખતે કેટલીક વસ્તુઓ લેવાનું ભૂલી જઈએ છીએ. તેથી આવું ન થાય એ માટે પેકિંગ કરતા પહેલા જરૂરી વસ્તુઓની યાદી તૈયાર કરો.

જરૂરી દવાઓ તમારી સાથે રાખો

શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસ જેવી સમસ્યા સામાન્ય છે. આ તકે શરદી, ઉધરસ, શરદી, તાવ અને માથાનો દુખાવો માટે દવાઓ તમારી બેગમાં રાખો. આ તમારી સફર બગાડે નહીં.

બુટ પેક કરો

શિયાળામાં તમારી બેગમાં ઘેરા રંગના શૂઝ રાખવા જોઈએ ઉપરાંત બરફવાળા વિસ્તારોમાં જવા માટે લાંબા અને ગરમ શૂઝ રાખો. આનાથી તમને ઠંડી નહીં લાગે અને ચાલવામાં પણ સરળતા રહેશે.

અગાઉ હોટેલનું બુકિંગ કરો

જો તમે શિયાળામાં ફરવા જાવ છો તો ચોક્કસપણે હોટેલનું બુકિંગ અગાઉથી જ કરી લેવું જોઈએ. આ સિઝનમાં હોટેલ શોધવી ખૂબ મુશ્કેલ છે. તેથી ટ્રાવેલ વેબસાઈટ પરથી અગાઉથી હોટલ બુક કરાવવું વધુ સારું રહેશે.

વોટરપ્રૂફ મોજા પહેરવા જોઈએ

શિયાળામાં તમારી સાથે વોટરપ્રૂફ ગ્લોવ્ઝ રાખવા તેથી તમે ફોન અને કેમેરાનો આરામથી ઉપયોગ કરી શકશો અને ઠંડીનો અનુભવ નહીં થાય.

વાંચતા રહો

શિયાળાની ઋતુમાં ફરવા જતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બેસ્ટ ડેસ્ટિનેશન : ડિસેમ્બરમાં તમારા પાર્ટનર સાથે ફરવા લાયક આ શ્રેષ્ઠ સ્થળોની એકવાર જરૂર મુલાકાત લો