આપણા બોડી લેન્ગવેજ અને ચહેરા પરના હાવભાવ ઘણું બધુ કહી જતા હોય છે. તમારી વાતચીત દરમિયાન શારીરિક હલનચલન અને હાવભાવની અસર સામેવાળા વ્યક્તિ પર થાય છે. આવો જાણીએ મનોવિજ્ઞાન આ 8 બોડી લેનગ્વેજનો શું અર્થ કાઢે છે.
વાતચીત દરમિયાન આય કોનેક્ટ ન રાખવો એ તમારો વાતચીતમાં રસ, આત્મવિશ્વાસ અને પ્રામાણિકતાનો અભાવ સુચવે છે. અથવા તો તમે વાતચીત કરવામાં અગવડતા અને સંકોચ અનુભવો છો તે દર્શાવે છે,
હાથની હિલચાલ અને હાવભાવ તમારી લાગણીઓ અને તમારા એ વિષય પર કેટલો રસ છે તે દર્શાવે છે.
વાતચીત દરમિયાન તમારી શરીરની મુદ્રા કેવી છે તે તમારો આત્મવિશ્વાસ બતાવે છે. જ્યારે પીઠથી ઝુકેલા, અને નીચે જોઈને વાત કરો છો તે તમારા મૂડ અને વાતમાં અરુચી દર્શાવે છે
ચહેરાના હાવભાવ વાતચીત દરમિયાન મહત્વનો ભાગ ભજવે છે, આનાથી તમે અંદરથી શું અનુભવો અથવા કઈ છુપાવવાનો પ્રયાસ કરો છો તે દર્શાવે છે
વાતચીત દરમિયાન મોઢા પર સ્મિત રાખવું તે એક સકારાત્મક નિશાની છે. પરંતુ જો તમે બળજબરીથી સ્મિત કરીને વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ તે પણ હાવભાવથી ખ્યાલ આવે છે
સ્પર્શ કોઈના પ્રત્યે ટેકો, ક્રોધ, સ્નેહ કે વર્ચસ્વ જાણી શકાય છે.
ઘણીવાર લોકો સામેવાળા વ્યક્તિના રસના વિષયને ઘ્યાનમાં રાખીને વાત કરતા હોય છે જેથી તેઓ સારી રીતે કનેક્ટ કરી શકે.
કોઈની પર્સનલ સ્પેસમા જઈ તેમને અવગડતામાં મુકવા એ બોડી લેન્ગવેજની સારી નિશાની નથી