ચોખાના પાણીથી મોઢું ધોવાથી ચહેરો થશે બેદાગ, જાણો લગાવાની રીત


By Smith Taral02, Aug 2024 01:31 PMgujaratijagran.com

ચોખાનું પાણી ત્વચા માટે ઘણું લાભદાયક છે, આ તમારી ત્વચા પરથી ડાઘ સાફ કરીને તેને બેદાગ બનાવે છે. જો તમે પણ ગ્લોઈંગ, અને સાફ ત્વચા મેળવવા માંગતા હોવ તો ચોખાના પાણીનો આ રીતે ઉપયોગ કરી શકો છો

નેચરલ ગ્લો

ચોખાનું પાણી નેચરલ ક્લીન્ઝરની રીતે કામ કરે છે. આનાથી ત્વચા પર રહેલા ડાઘ દૂર કરી શકાય છે અને નેચરલ ગ્લો આવે છે

આવી રીતે બનાવો ચોખાનું પાણી

એક કપ ચોખા લઈ તેને ડોઢ કપ પાણીમા 3 થી 4 કલાક સુધી પલાળી રાખો, ત્યારપછી તેને ગાળી લઈ ચોખાનું પાણી અલગ કરી લો. આ પાણીને કોટન બોલની મદદથી તમારા ચહેરા પર લગાવો અથવા સ્પ્રે બોટલમા ભરીને ચહેરા પર સ્પે કરો

આ રીતે પણ બનાવી શકાય છે

ચોખાને જ્યારે બાફવામાં આવે છે ત્યારે વધેલું પાણીને ગાળી લો પછી તેને ઠંડુ કરવા મૂકો. આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરા પર સ્પ્રે કરો

ફેસ પેક બનાવો

ચોખાના પાણીને તમે ફેસ પેક બનાવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. આ માટે બેસના ઉબટનમાં ચોખાનું પાણી ઉમેરી તેનો ફેસ પેક બનાવી લો

આઈસ ક્યુબ

તમે ચોખાના પાણીનો આઈસ ક્યુબ બનાવી તેને ચહેરા પર લગાવી શકો છો, આનાથી ત્વચા પરના ડાઘ દૂર થાય છે, અને ત્વચા ટાઈટ રહે છે

ટેન થતા બચાવે છે

ચોખાનું પાણી ચહેરા પર લગાવાથી તે સનસ્ક્રીન જેવું કામ કરે છે અને ત્વચાને ટેન થતા બચાવે છે

હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાથી લઈને વજન ઘટાડવા સુધી જાંબુ ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો