કેરી એ વિટામીન A, C અને E સાથે તેમા પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ગુણો રહેલા હોય છે. આ પોષક તત્વો તમારા સ્વાસ્થ્યને જાળવી રાખે છે.
કેરીમાં વિટામિન સી મોટી માત્રામાં મળી આવે છે, આ વિટામીન શરીરને ચેપ અને બીજા રોગો સામે રક્ષણ આપે છે
કેરીમાં એમીલેઝ જેવા ઉત્સેચકો હોય છે અને કેરીમાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે, જે સ્વસ્થ પાચનતંત્રને સારુ કરે છે
કેરીમાં રહેલ ફાઇબર, પેક્ટીન અને વિટામિન સી સીરમ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં મદદ કરે છે,
કેરી પ્રમાણમાં ઓછી કેલરી ધરાવે છે અને તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જે વજન નિયંત્રણમાં મદદ કરે છે
કેરી પોટેશિયમનો સારો સ્ત્રોત છે,પોટેશિયમથી ભરપૂર ખોરાક ખાવાથી બ્લડ પ્રેશર નિયત્રણમાં રહે છે.