સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ દાડમને સુપરફૂડ કહેવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાનકારક નીવડી શકે છે.તો ચાલો કેવા લોકોએ દાડમ ના ખાવી જોઈએ.
બ્લડ પ્રેશરની સમસ્યા હોય, તો તેવા લોકોએ દાડમ ના ખાવી જોઈએ. દાડમ બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકે છે, જેના કારણે ચક્કર અથવા નબળાઈ આવી શકે છે.
કેટલાક લોકોને દાડમથી એલર્જી થઈ શકે છે. જેના લક્ષણોમાં ખંજવાળ, સોજો અથવા શ્વાસ લેવામાં તકલીફ સામેલ છે.
ડાયાબિટીસના દર્દીઓએ વધારે દાડમ ના ખાવી જોઈએ, કારણ કે દાડમ બ્લડ સુગર લેવલ એકાએક વધારે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.
જે લોકો લોહી પાતળું કરવાની અર્થાત બ્લડ થીનર દવા લેતા હોય, તો તેમના માટે પણ દાડમ ખાવી સ્વાસ્થ્ય માટે ખતરનાક નીવડી શકે છે.
સગર્ભા સ્ત્રીઓ માટે ઓછી માત્રામાં દાડમ યોગ્ય છે, પરંતુ વધુ પડતું સેવન તેમના માટે જોખમ વધારી શકે છે.
જો તમારી કોઈ સર્જરી થવાની હોય, તો સર્જરી પહેલાં દાડમનું સેવન લોહી જામવાની પ્રક્રિયાને અસર કરી શકે છે.
જો તમે ગેસ્ટ્રિકની સમસ્યાથી પરેશાન છો, તો તમારા માટે દાડમ હાનિકારક હોઈ શકે છે અને તે પાચનમાં તકલીફ ઊભી કરી શકે છે