દિવસની શરૂઆત જાતને સમય આપી દિવસ માટેનો સ્પષ્ટ હેતુ નક્કી કરો. જેમ કે દિવસમાં તમે શેની પર વધું ધ્યાન આપશો શાંતિ, પ્રોડક્ટીવીટી, કસરત, અથવા આરામ. આનાથી તમને માનસિક શાંતિ મળશે
નાસ્તો સમજી વિચારીને કરો આ ટેવ તમારી પાચન પ્રક્રિયાને સુધારે છે અને તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે
તમારા દિવસની ઉત્તમ શરૂઆત કરવા માટે, કેટલીક મિનિટ પુસ્તક, કવિતા વાંચવામાં પસાર કરો
સવારે એક ગ્લાસ પાણીને પીને દિવસની દિનચર્યા શરૂ કરો. પાણીની ઠંડક અને હાઇડ્રેશન તાજગીભર્યા દિવસની અનુભૂતિ કરાવશે.
10-15 મિનિટ માટે શાંત રહો અને તમારા શ્વાસ પર ધ્યાન આપો. આ પ્રેક્ટિસથી તમારા દિવસની શરૂઆત શાંતિ અને એકાગ્રતાથી શરૂ થશે.
દિવસની શરૂઆતમાં ત્રણ વસ્તુઓ માટે આભાર વ્યક્ત કરો અને તેને તમારી ડાયેરીમાં લખો. આ તમારા મનને આરામ આપશે અને ચિંતા ઓછી કરશે.
મૌન રહીને જીવનમાં શાંતિ, સુખ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો.