આ મોર્ડન હેરસ્ટાઇલ ટ્રાય કરો લેહેંગા ચોળી ઉપર લાગશે બેસ્ટ


By Smith Taral18, Feb 2024 04:24 PMgujaratijagran.com

લેહેંગા ચોળી હંમેશાથી ટ્રેન્ડમાં રહ્યો છે. તે મોડ્રર્ન વાઇબ્સ આપે છે અને સુપર સ્ટાઇલિશ લાગે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને બેસ્ટ રીતે સ્ટાઈલ કેવી રીતે કરી શકાય? આ સ્ટોરીમાં આપણે જાણીશું વિવિધ પ્રકારની હેરસ્ટાઈલ વિશે જે તમારા ઓવકઓલ લુકમાં ચાર ચાંદ લગાવી દેશે.

મોર્ડન બ્રેઇડેડ હેરસ્ટાઇલ

આ સિમ્પલ હેરસ્ટાઇલની જોડી લેહેંગા ચોળી માટે યોગ્ય છે, આ તમારા લૂકમાં વધારો કરે છે જે અટ્રેક્ટીવ, વાઇબ્રન્ટ સ્ટાઇલીશ લાગે છે. આને તમે તહેવારો અથવા ખાસ પ્રસંગોએ પહેરી સેન્ટર ઓફ અટ્રેક્શન બની શકો છો.

સેમી બ્રેઇડેડ લૂસ હેર

સારા અલી ખાનની બ્રાઇડલ હેરસ્ટાઇલને તમે ટ્રાય કરી શકો. આ હેરસ્ટાઇલ લેહેંગા ચોળી પર પરફેક્ટ લાગી શકે છે. તમે આને લગ્નના ફંક્શનમા પહેરી શકો છો અને લૂકને મીનીમમ અને અદભૂત એક્સેસરીઝ સાથે પૂરો કરી શકો છો.

લેહેંગા સાથે બ્રેઇડેડ બન સ્ટાઇલ

આ સ્ટાઈલ ઓવલ ફેસ મહિલાઓ માટે બેસ્ટ છે, જેને લેહેંગા ચોળી પર સામાન્ય રીતે કરવામાં આવે છે. આ સ્ટાઇલ કરવી અઘરી નથી. આમાં તમારે બંને બાજુમાં બ્રેડીગ કરીને તેને સાથે લાવીને બન બનાવાનું રહે છે.

લૂસ હેરસ્ટાઈલ

શોર્ટ અને મિડીયમ હેર માટે આ લૂસ હેરસ્ટાઈલ સુંદર લાગે છે. આમાં તમારે વધારે કઈ નહી પણ વાળને બે ભાગમાં વિભાજીત કરી તેને વ્યવસ્થિત રીતે બ્રશ કરી લેવાના છે. જો તમારી પાસે વાળ સેટ કરવા માટે સમય ઓછો હોય તો આ હેરસ્ટાઈલ અપનાવી શકો છો.

બન હેરસ્ટાઈલ

જો તમે એથનીક સ્ટાઈલ ટ્રાય કરવા માંગતા હોવ તો બન હેરસ્ટાઈલ કરી શકો છો, આ તમારા લુકને ઈન્ડીયન વાઈબ આપે છે. જો તમ ને ગ્લેમરસ કરતા ક્લાસી સ્ટાઈલ પસંદ હોય તો આ હેરસ્ટાઈલ તમને ગમશે.

સિમ્પલ એન્ડ શોર્ટ હેરસ્ટાઈલ

લેહેંગા ચોળી ઉપર સિમ્પલ શોર્ટ હેરસ્ટાઈલ પણ કરી શકો છો. શોર્ટ હેર વાળી મહિલાઓ આ હેરસ્ટાઈલને પસંદ કરે છે, આ તમારા લૂકને યુનીક અને સ્ટાઈલીશ બનાવે છે.

વેવી સિમ્પલ ઓપન હેરસ્ટાઈલ

લેહેંગા ચોળી માટે વેવી ઓપન હેરસ્ટાઈલ પરફેક્ય ચોઈસ છે. સિમ્પલ વર્ક અને બ્રાઈટ રંગના લહેંગા સાથે આ હેરસ્ટાઈલ બેસ્ટ લાગે છે.

બર્થ ડે કે એનીવર્સરી નજીક આવી રહી છે ? જુવો આ સરળ કેક ડિઝાઇન આઈડ્યાઝના પીક્ચર્સ