ઘણી એવી ખાદ્ય વસ્તુઓ છે જેનું સેવન પેટની સમસ્યાઓમાં અને કબજિયાતથી પણ રાહત આપે છે. ચાલો જાણીએ ફાઈબરથી ભરપૂર કયો ખોરાક કબજિયાતને દૂર કરે છે.
રાગી અથવા બાજરી ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઈબર મળે છે. આ કબજિયાતથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને પાચનમાં પણ સુધારો કરે છે.
જવ ખાવાથી શરીરને દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબર મળે છે. આ સિવાય જવ આંતરડાના સ્વાસ્થ્યને સારું રાખે છે. કબજિયાત દૂર કરે છે.
દ્રાક્ષમાં માત્ર ફાઈબર જ નહીં પરંતુ પાણીની માત્રા પણ વધુ હોય છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમે દ્રાક્ષને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.
સફરજનમાં હાઈ ફાઈબર હોય છે, તેથી તે ખાવાથી શરીરને ફાઈબર મળે છે અને કબજિયાતમાં રાહત મળવા લાગે છે.
કબજિયાતની પરેશાનથી છૂટકારો મેળવવા માટે તમે પપૈયાનું સેવન કરી શકો છો, પપૈયા ફાઈબર તેમજ વિટામિન્સ અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે.
કેળા ફાઈબરથી ભરપૂર હોવા તે ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે અને આંતરડાની તંદુરસ્તી સારી રહે છે.
શાકભાજીમાં પાલકમાં ફાઈબર ભરપૂર હોવાથી તે આંતરડાની ગતિમાં સુધારો થાય છે. તેથી કબજિયાતથી પીડિત લોકો પાલકનું સેવન કરી શકે છે.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.