વિશ્વના આ 7 પક્ષીઓ અદ્ભુત નૃત્ય કરે છે


By Vanraj Dabhi26, Feb 2024 05:42 PMgujaratijagran.com

નૃત્ય કરતા પક્ષીઓ

આપણે આપણી આસપાસ આકાશમાં અનેક પ્રકારના પક્ષીઓને ઉડતા જોઈએ છીએ.આમાંથી કેટલાક એવા સુંદર પક્ષીઓ છે કે આપણે તેમના પરથી નજર હટાવી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કેવિશ્વમાં કેટલાક એવા પક્ષીઓ છે જે અદ્ભુત ડાન્સ કરે છે,ચાલો જાણીએ.

વાદળી પગવાળું બૂબી

આ પક્ષીઓના પગ તેમની સુંદરતા વધારે છે.આ પક્ષીઓ પોતાના જીવનસાથી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે આ પગની મદદથી ડાન્સ કરે છે.

બોવરબર્ડ

આ પક્ષી તેના પ્રેમને વ્યક્ત કરવા માટે સૌ પ્રથમ સુંદર અને સ્વચ્છ માળો બનાવે છે ત્યારે નર પક્ષી તેની સામે સુંદર નૃત્ય કરે છે.

બાલ્ડ ગરુડ

પોતાના પાર્ટનરને મનાવવા માટે આ પક્ષી પણ ખૂબ જ શાનદાર અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે.

શાહમૃગ

જ્યારે સ્ત્રી શાહમૃગ જીવનસાથીની શોધમાં હોય છે, ત્યારે નર શાહમૃગ તેની મોટી પાંખો ફેલાવે છે અને તેની સામે નૃત્ય કરે છે.

મોર

આપણે બધાએ મોરના નૃત્ય વિશે સાંભળ્યું જ હશે.જ્યારે મોર નૃત્ય કરે છે ત્યારે ઢેલ તેની આસપાસ ફરે છે અને બધા મોરને જુએ છે જે મોરનો ડાન્સ ગમે છે તે તેને પોતાનો જીવનસાથી બનાવે છે.

લાલ કેપ્ડ મેનાકિન

આ પક્ષીઓનું નૃત્ય ખૂબ જ સુંદર છે. તેના અનોખા ડાન્સને કારણે તેને પક્ષીઓના માઈકલ જેક્સન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ક્લાર્ક ગ્રીબ

આ પક્ષીનો ડાન્સ ખૂબ જ આકર્ષક છે. ક્લાર્ક ગ્રીબ પોતાના પાર્ટનરનું દિલ જીતવા માટે સુંદર ડાન્સ કરતા જોવા મળે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાજકોટનું ફેમસ સદ્‌ગુરુ ખમણ હાઉસ