Hollywoodની રીમેક છે Bollywoodની આ 7 ફિલ્મ, તમામ બૉક્સ ઑફિસ પર રહી બ્લોકબસ્ટર


By Sanket M Parekh14, Jan 2025 03:24 PMgujaratijagran.com

શોલે

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ બૉલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ શોલે આવે છે. આ ફિલ્મને રમેશ સિપ્પીએ ડાયરેક્ટ કરી હતી. એવું કહેવાય છે કે, આ ફિલ્મ જૉન સ્ટર્ગેસ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી 'ધી મેગ્નિફિકેટેડ સેવન'થી ઈન્સ્પાયર્ડ હતી.

જો જીતા વહી સિકંદર

આ લિસ્ટમાં આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'જો જીતા વહી સિકંદર'નું નામ પણ સામેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મ પીટર યેટ્સ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી હૉલિવૂડ ફિલ્મ 'બ્રેકિંગ અવે'થી પ્રેરિત હતી.

બાજીગર

શાહરુખ ખાનની ફિલ્મ બાજીગરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે, જેને પ્રેક્ષકોનો ભરપુર પ્રેમ મળ્યો હતો અને થિયેટરમાં હિટ પણ રહી હતી. જો કે આ ફિલ્મ જેમ્સ ડિયરડન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી હૉલિવૂડ ફિલ્મ 'એ કિસ બિફોર ડાઈંગ'થી ઉઠાવવામાં આવી હતી.

સરકાર

આ લિસ્ટમાં સરકાર ફિલ્મનું નામ પણ છે. જેમાં બચ્ચન પિતા-પુત્ર ઉપરાંત કેટરિના કૈફ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ક્લાસિક હૉલિવૂડ ફિલ્મ 'ધી ગૉડફાધર'ની રીમેક છે.

ચાચી 420

કૉમેડી ફિલ્મ ચાચી 420ને પણ પ્રેક્ષકોનો પુષ્કળ પ્રેમ મળ્યો હતો. આજે પણ આ ફિલ્મને લોકો ભૂલી નથી શક્યા, પરંતુ તમે નહીં જાણતા હોવ કે, આ ફિલ્મ રૉબિન વિલિયમ્સ સ્ટારર હૉલિવૂડ ફિલ્મ 'મિસેજ ડાઉટફાયર'ની રીમેક હતી.

સત્તે પે સત્તા

આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનના ડબલ રોલ ધરાવતી ફિલ્મ સત્તે પે સત્તા પણ સામેલ છે, જે મોટા પડદા પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. જો કે આ ફિલ્મ 1954માં સ્ટેનલી ડોનન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી કૉમેડી ફિલ્મ 'સેવન બ્રાઈડ્સ ફૉર સેવન બ્રધર્સ'ની સત્તાવાર રીમેક હતી.

Rajal Barot Wedding: ગુજરાતી સિંગર રાજલ બારોટ ક્યારે પ્રભુતામાં પગલાં પાડશે, જુઓ આમંત્રણ પત્રિકા