સ્વાસ્થ્યવર્ઘક અળસી છે ફાયદાકારક, તમારે પણ તેને ખાવી જોઈએ


By Smith Taral07, Mar 2024 11:53 AMgujaratijagran.com

અળસી વિટામિન બી, પ્રોટીન, કોપર, મેંગેનીઝ, ઓમેગા-3 ફેટી એસિડ વગેરેથી ભરપૂર હોય છે. અળસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ અળસી ખાવાના આ અઢળક ફાયદા

ત્વચા માટે સારુ

ફ્લેક્સસીડમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોકેમિકલ્સ ત્વચા માટે ખૂબ જ અસરકારક છે. જો તમને મોઢા પરની કરચલીઓથી પરેશાન હોવ તો તમારે અળસીનું સેવન કરવું જોઈએ

વજન ઘટાડે છે

અળસીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી વજન નિયંત્રણમાં રહે છે. આ સિવાય તેના સેવનથી શુગર લેવલ જળવાઈ રહે છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. અળસીમાં હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

અળસીમાં રહેલા ગુણો બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે માટે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

પાચન સુધારે છે

અળસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે

પીરિયડ્સમાં અસરકારક

મહિલાઓ માટે અળસીના બીજ ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી મહિલાઓમાં હોર્મોનલ બેલેન્સની સમસ્યા દૂર થાય છે.

હાડકાં અને દાંત

અળસીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે હોય છે જે હાડકાં અને દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે.

તમે પણ અળસી ખાઈને સ્વસ્થ રહી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી તમામ આરોગ્ય સંબંધિત માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

દરરોજ એક સફરજન ખાવાના આ 5 ફાયદા જાણી લો