ખાટા- મીઠા સફરજન ફળોમાં સૌથી ગુણકારી માનવામાં આવે છે. સફરજનને પોષણનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયક છે
અંગ્રેજીમાં એક કહેવત છે, એન એપલ અ ડે કીપ ધ ડોક્ટર અવે, એટલે કે રોજ એક સફરજન ખાવાથી ડૉક્ટરને દૂર રાખી શકાય છે. આ કહેવત સિવાય આધુનિક વિજ્ઞાન પણ આ ફળથી મળતા સ્વાસ્થ્ય લાભોનું સમર્થન કરે છે.
દરરોજ એક સફરજનનું સેવન કરવાથી બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ઈન્ફલામેશનને ઘટાડી શકાય છે
સફરજનમાં ઉચ્ચ ફાઇબર હોય છે વજન નિયંત્રણમાં મદદ કરે છે. ફાઇબર પાચનને ધીમું કરે છે, જેનાથી તમે લાંબા સમય ભૂખ લાગતી નથી
સફરજનમાં પેક્ટીન હોય છે જે પ્રીબાયોટિક તરીકે કામ કરે છે જે તમારા પાચન આરોગ્ય સુધારે છે
નિયમિતપણે સફરજન ખાવાથી ફેફસાંની સારી રીતે કામ કરી શકે છે કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલુ હોય છે
નિયમિતપણે સફરજન ખાવાથી ઇન્સ્યુલિનને ઘટાડી શકાય છે, જેનાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે.
સફરજનમાં ક્વેર્સેટિન અને ફિસેટિન હોય છે જે ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને માનસીક તાણને ઓછો કરે છે.