શું તમે પણ અંડરઆર્મ પરસેવો થવાથી પરેશાન છો? અંડરઆર્મ પરસેવો સારી બાબત નથી, તેની અસર તમારી પર્સનાલીટી પર પડે છે. પણ આ ટિપ્સની મદદથી તમે આ તકલીફને દૂર કરી શકો છો
અંડરઆર્મ પરસેવાને રોકવા માટે અને દુર્ગંધને દૂર રાખવા તમે ડિઓડ્રન્ટ લગાવી શકો છો, આ માટે એલ્યુમિનિયમ બેસ્ડ કમપાઉન્ડસ ધરાવતું ડિઓડરન્ટ લગાવું.
હવાના સરક્યુલેશન થાય અને બોડીને પૂરતા પ્રમાણમા ઓક્સીઝન મળી રહે તેવા કોટનના કપડા પહેરવા.
શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે ખૂબ પ્રમાણમાં પાણી પીઓ. શરીરને સીધા તાપમા લાંબા સમય સુધી ના રાખવું.
અસ્વચ્છ અંડરઆર્મ્સ રાખવાથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, માટે અંડરઆર્મ્સને સ્વચ્છ રાખો. જેથી ગંધ ના આવે અને પરસેવો ઓછો થાય છે.
અંડરઆર્મ વાળ દૂર કરવાથી તે સ્વચ્છ રહે છે. જેથી ગંધ નથી આવતી અને પરસેવો પણ ઓછો થાય છે.
મસાલેદાર ખોરાક અને કેફીનનું સેવન ઓછું કરો, કારણ કે તે પરસેવાની ગ્રંથીઓને ઉત્તેજીત કરી શકે છે અને તેને વધારે છે.