રાત્રે હાર્ટબર્ન થવાના 6 કારણો


By Vanraj Dabhi29, Jun 2025 11:39 AMgujaratijagran.com

હાર્ટબર્નની સમસ્યા

રાત્રે ખોરાક ખાધા પછી ઘણી વખત હાર્ટબર્નની સમસ્યા થતી હોય છે. જેના કેટલાક મુખ્ય કારણો વિશે આજે વિગતવાર જાણીશું.

મોડી રાત્રે ખાવું

જો તમને રાત્રે મોડેથી ખાવાની આદત હોય, તો તેનાથી હાર્ટબર્ન થઈ શકે છે.

ખાઈને તરત જ સૂઈ જવું

ઘણા લોકો ઘણીવાર ખાધા પછી તરત જ સૂઈ જાય છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને હાર્ટબર્ન થઈ શકે છે.

ચા અને કોફીનું વધુ સેવન

જો તમને વધુ પડતી ચા અને કોફી પીવાની આદત હોય, તો તેનાથી હાર્ટબર્ન થવાની શક્યતા વધી જાય છે.

શરીરમાં વધુ એસિડ ઉત્પાદન

ઘણા લોકોમાં ખોરાક પચતી વખતે પેટમાં વધારાનો એસિડ ઉત્પન્ન થાય છે, જે હાર્ટબર્નનું કારણ બની શકે છે.

સ્થૂળતાના કારણે

જો તમારું વજન ઝડપથી વધ્યું હોય, તો આનાથી તમને ખાધા પછી હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે.

ડૉક્ટરની સલાહ લો

જો તમને વારંવાર હાર્ટબર્નનો અનુભવ થતો હોય, તો આ વિષય પર એકવાર ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

ડાયાબિટીસમાં ખજૂર ખાવી જોઈએ કે નહીં?