તડબૂચ લાઇકોપીન, વિટામિન A અને C અને એન્ટીઑકિસડન્ટથી ભરપુર હોય છે. આ ઉપરાંત તેમાં કેલરીની માત્રા ઓછી છે, જે તેને વજન નિયંત્રણ માટે યોગ્ય બનાવે છે. જો રાત્રે તડબૂચ ખાવામાં આવે તો શરીર આખીરાત હાયડ્રેડ રહે છે, અને એકંદરે સ્વાસ્થયને સારું બનાવે છે.
તડબૂચનું નિયમિત સેવન કરવાથી હૃદય સંબધિત રોગનું જોખમ ઘટાડી શકાય છે.
તડબૂચમાં જોવા મળતા લાઇકોપીન, અને એન્ટીઑકિસડન્ટો જેવા ગુણો કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચાવે છે
તડબૂચનું સેવન કરવાથી આર્જીનાઈનનું લેવલ વધારી શકાય છે, જે બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
તડબૂચમાં રહેલું વિટામિન C બોનમેરોના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
તડબૂચ, ઓછા પોટેશિયમનું ફળ છે જે લોહીમાં પોટેશિયમનું સ્તર જાળવવામાં મદદ કરે છે, જેથી કીડનીના દર્દીઓ માટે ઘણું ફાયદાકારક છે.
તડબુચમાં પાણી પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે જે મેટાબોલિઝ્મ ને સારું કરે છે સાથે ચરબી ઓછી કરવામાં પણ મદદ કરે છે