વધુ પ્રમાણમાં અને નિયમીત રીફાઈન્ડ ખાંડ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આની જગ્યાએ તમે કેટલીક હેલ્ધી ઓપશન પસંદ કરી શકો છો
મધમાં કુદરતી મીઠાશ રહેલી હોય છે, આ સિવાય તે સ્વાદમાં પણ અંત્યત સ્વાદીષ્ટ હોય છે, આ સિવાય તે એન્ટીઑકિસડન્ટ વિટામિન્સથી ભરપૂર ખાધ્ય પદાર્થ છે
સૂકા ખજૂરનો મીઠાશ ઉમેરવા માટે ઘણા લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે છે, આમાં રહેલા પોષક તત્વો અને ફાઇબર હોય તેને હેલ્ઘી બનાવે છે.
નાળિયેર ખાંડમાં રેગ્યુલર ખાંડ કરતા ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, આનો પણ ઉપયોગ તમે ખાંડની જગ્યા પર કરી શકો, મીઠાશમાં કોઈ ફરક નહી પડે.
શેરડીનો રસમાંથી કૂદરતી રીતે બનાવવામાં આવતો ગોળ, મીઠાશ ઉમેરવા માટે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગોળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને વિટામિન હોય છે.
ઓર્ગેનિક બ્રાઉન સુગર પણ શેરડીના રસમાંથી મેળવવામાં આવે છે. તેમા રહેલું ઓર્ગેનીક મોલાસિસના કારણે તે બ્રાઉન દેખાય છે.
સ્ટીવિયા છોડના પાંદડામાંથી કાઢવામાં આવેલ કુદરતી સ્વીટન સુગર લેવલને ને નિયત્રણમા રાખવા માટે ઘણું ફાયદાકાર છે