પેટની સમસ્યાઓ, અનિદ્રાની સમસ્યા, થાક અનેક રોગોનું કારણ બને છે. આ માટે કેટલાક આસનો રાત્રે ભોજન પછી કરી શકો છો.
ખાધા બાદ કબજિયાત અને અપચોની સમસ્યા દૂર કરવા માટે તમે રાત્રે સુતા પહેલા વજ્રાસન કરી શકો છો. આ યોગાસનના અભ્યાસથી પેટમાં ગેસ અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.
ભદ્રાસનનો અભ્યાસ તમે રાતે ભોજન કર્યા બાદ 25 થી 30 મિનિટ બાદ કરી શકો છો. તેનાથી પાચન ક્રિયા મજબૂત બને છે.
સારી ઉંઘ અને તણાવ દૂર કરવા માટે આ આસન કરવું ખૂબ જ સરળ છે. 15 થી 20 મિનિટ આ અભ્યાસ કરવો.
શરીરને તણાવમુક્ત કરવા માટે શવાસનનો અભ્યાસ કરવો જોઈએ. તેનાથી માથાના દુખાવામાંથી રાહત મળે છે.
પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા માટે બાલાસન ફાયદાકારક છે. પેટ સાથે સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.