આજકાલ વ્યસ્ત જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે ઘણા લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા રહે છે.
સ્વસ્થ જીવન જીવવા માટે કોલેસ્ટ્રોલને ઘટાડવું પણ ખૂબ જરૂરી છે. તેથી તમે સવારે ઉઠીને તમારી 7 આદતોમાં બદલાવ કરશો, તો તે કુદરતી રીતે કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ જશે.
સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને મેટાબોલિઝની પ્રક્રિયા ઝડપી બને છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
નાસ્તામાં ફાઈબરયુક્ત વસ્તુઓ જેમ કે ઓટ્સ, ફળો અને બદામ ખાઈ શકો છો. જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
સવારે એક મુઠ્ઠી બદામ, અખરોટ અને શણના બીજ ખાઓ. આમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને સુધારે છે.
મોર્નિંગ વોક એ કોલેસ્ટ્રોલ ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેથી, જો શક્ય હોય તો, દરરોજ 30-મિનિટ વોક કરો. તે હૃદયને સ્વસ્થ રાખવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
યોગાથી માત્ર તણાવ જ નહીં પરંતુ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. તેથી ભુજંગાસન, વજ્રાસન અને તાડાસન વહેલી સવારે કરો.
જો તમે સવારે કોફી પીવો છો તો તમારે તેને બદલે ગ્રીન ટી પીવો. તેમાં જોવા મળતા એન્ટી ઓક્સિડન્ટ્સ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
સવારે કંઈપણ મીઠી વસ્તુ ખાવાનું ટાળો. ખાંડ ખાવાથી તમારા સારા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. તેથી તમે ખાંડને બદલે મધ, ગોળ અથવા મીઠા ફળો પસંદ કરો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.