ઘણા લોકો ગરમીથી બચવા માટે કુલર, પંખા અને એસીનો ઉપયોગ કરે છે. જેના કારણે ઘરનું વીજળી બિલ નોંધપાત્ર રીતે વધે છે. આવી સ્થિતિમાં આ 5 સરળ ટિપ્સને અનુસરીને વીજળીનું બિલ ઘટાડી શકાય છે.
ટીવી, ચાર્જર, રેફ્રિજરેટર, ઓવન જેવી ઘણી ઇલેક્ટ્રિકલ વસ્તુઓને બંધ કર્યા પછી પણ પ્લગમાંથી દૂર ન કરવાથી વીજળીનો વપરાશ થાય છે. તેથી તેમને બંધ કર્યા પછી અનપ્લગ કરવાનું ભૂલશો નહીં.
સામાન્ય રીતે સવાર અને બપોરના સમયે દરેકના ઘરના રૂમમાં સૂર્યપ્રકાશ આવે છે. તેથી જરૂર ન હોય ત્યારે રૂમના બલ્બ બંધ રાખો.
જો તમે ઘરમાં પીળા બલ્બનો ઉપયોગ કરો છો તો તેને કાઢીને એલઈડી બલ્બ લગાવવાનો વિકલ્પ બેસ્ટ છે. જેનાથી વીજળી ઓછી થઈ શકે છે.
જે લોકો વારંવાર ફ્રિજ ખોલે છે તેનાથી કંમ્પેસર પર દબાણ આવે છે. જેના કારણે બિલ વધી શકે છે.
જો તમે ઘરમાં વાતાવરણ ઠંડુ રાખવા માંગો છો તો એસી અને પંખો સાથે ચલાવો. તેનાથી બિલ ઓછું આવશે.