ઉનાળામાં વાળમાં મીઠા લીમડાની પેસ્ટ લગાવવાથી શું થાય છે? જાણો તેના ફાયદા


By Vanraj Dabhi23, May 2025 10:55 AMgujaratijagran.com

વાળમાં મીઠા લીમડાની પેસ્ટ

વાળને સ્વસ્થ રાખવા માટે તમે બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરો છો. તમે તમારા વાળમાં કરી પત્તા એટલે કે મીઠા લીમડાની પાનની પેસ્ટ લગાવી શકો છો.

મજબૂત વાળ

વાળને મજબૂત બનાવવા માટે કરી પત્તાનો ઉપયોગ કરો. તેના પ્રોટીન અને આયર્નના ગુણ વાળના મૂળને મજબૂત બનાવે છે.

હેર ગ્રોથ

વાળમાં કરી પત્તાની પેસ્ટ લગાવવાથી તમને વાળના વિકાસમાં મદદ મળે છે. તેની પેસ્ટ નારિયેળ તેલમાં મિક્સ કરીને તૈયાર કરો અને છી તેને વાળમાં લગાવો.

ખોડો દૂર કરે છે

ખોડાથી છુટકારો મેળવવા માટે, કરી પત્તાની પેસ્ટમાં કપૂર મિક્સ કરીને લગાવો. તેમાં એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે ખોડો દૂર કરે છે.

સફેદ વાળથી છુટકારો મેળવો

કરી પત્તાની પેસ્ટને નાળિયેર તેલમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ સફેદ થવાની સમસ્યા ઓછી થાય છે.

વાળ ખરતા અટકાવે

વાળ ખરતા ઘટાડવા માટે કરી પત્તાની પેસ્ટ લગાવો. તેના પ્રોટીન અને આયર્ન ગુણધર્મો ફાયદાકારક છે.

ક્લીન શેવ કરતી વખતે આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો