મોટાભાગે દૂધીનો સ્વાદ કડવો નથી હોતો. જો કે કોઈ દૂધી કડવી નીકળે તો તેને ખાવાનું ટાળવું જોઈએ, નહીંતર શરીરને અનેક બીમારીઓ થઈ શકે છે.
ફૂલાવરને પચવામાં ઘણો સમય લાગે છે. જેનાથી પેટમાં ગેસ થવાની સમસ્યા વકરી શકે છે. આથી દૂધી સાથે ક્યારેય ફુલાવરનું સેવન ના કરવું જોઈએ.
દૂધ સાથે દૂધી ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય છે. જેના કારણે પેટમાં દુખાવો, અપચો સહિત અન્ય પેટ સબંધિત બીમારીઓ થઈ શકે છે.
કારેલાનો સ્વાદ કડવો હોય છે, આવી સ્થિતિમાં દૂધીનો સ્વાદ પણ કડવો નીકળશે, તો તેનો કોઈ ખ્યાલ નહીં આવે. કારેલા સાથે દૂધીનું સેવન કરવાથી ઉલટી, નાકમાંથી લોહી નીકળવા જેવી સમસ્યા થઈ શકે છે.
બીટ સાથે દૂધી ખાવાથી ચહેરા પણ દાણાં ઉપસી આવે છે. આથી બને ત્યાં સુધી બીટ સાથે દૂધી ખાવાનું ટાળવું જોઈએ.
દૂધીને તીખી મસાલેદાર વાનગી સાથે સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડિટી અને પેટમાં ગરબડ જેવી સમસ્યા થઈ શકે છે.
જો તમે દૂધીનો જ્યૂસ પી રહ્યા હોવ, તો ધ્યાન રાખો કે તેનો સ્વાદ કડવો ના હોય. કડવો જ્યૂસ પીવાથી ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.