આપણા શરીરની સાથે-સાથે મગજને પણ હેલ્ધી રાખવું આવશ્યક છે, નહીંતર આપણી સમગ્ર બૉડી પર ખરાબ અસર પડે છે. જો આપણી યાદશક્તિ નબળી થઈ જાય, તો કોઈ પણ વસ્તુ યાદ રાખવામાં આપણને બહુ જ મુશ્કેલી પડે છે. એવામાં આજે અમે આપને એવી 5 ટિપ્સ વિશે જણાવીશું, જેને દરરોજ 5 મિનિટ કરવાથી તમારું મગજ શાર્પ બની શકે છે.
જો તમે તમારા મગજને તેજ બનાવવા માંગતા હોવ, તો દરરોજ નિયમિત 5 મિનિટ સુધી બ્રેન ગેમ્સ જેવી કે ક્રોસવર્ડ પઝલ, સુડોકુ જેવી રમતો રમી શકો છો.
બ્રેનને હેલ્ધી રાખવા માટે થોડીવાર મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે. વ્યસ્ત જીવનશૈલીને પગલે આપણે પોતાની જાતને જરા પણ સમય નથી આપી શકતા, જેની ખરાબ અસર આપણા સમગ્ર શરીર પર પડે છે.
આ માટે દરરોજ સવારે કોઈ શાંત અને સ્વચ્છ વાતાવરણમાં જઈને બેસો. જે બાદ સમગ્ર ચિંતાઓને ભૂલીને આંખો બંધ કરીને પોતાના શ્વાસ પર ધ્યાન આપો. આવું દરરોજ 5 મિનિટ તો અવશ્ય કરવાનું રાખો.
દરરોજ સવારે 5 મિનિટ એવી એક્સરસાઈઝ કરી શકો છો, જેનાથી મગજ શાંત રહે. આ સાથે જ યાદશક્તિ વધારવામાં પણ મદદ મળે છે.
મગજને હેલ્ધી અને શાર્પ બનાવવા માટે તમે દરરોજ સૂર્ય નમસ્કાર અથવા તડાસન કરી શકો છો. આ યોગાસનથી તણાવ ઓછો કરવામાં પણ મદદ મળે છે.
જો તમે દરરોજ 5 મિનિટ ડીપ બ્રીધિંગ કરો છો, તો તેનાથી પણ મન અને મગજને શાંત રાખવામાં મદદ મળે છે. આ સાથે જ યાદશક્તિ પણ તેજ બની શકે છે.
દરરોજ સવારે ઉઠીને 1-2 ગ્લાસ પાણી અચૂક પીવો. આમ કરવાથી બ્રેનને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. આ સાથે જ બૉડી પણ હાઈડ્રેટ રહે છે.