ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે કે નહીં તે આ 5 સંકેતોથી જાણો


By Jivan Kapuriya06, Jul 2023 01:35 PMgujaratijagran.com

જાણો

ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થવાના કારણે તમારે સ્વાસ્થ્યને લગતી ઘણી બિમારીનો સામનો કરવો પડી શકે છે. આ લેખમાં જાણો કેટલાક સંકેતો વિશે, જેનાથી તમે જાણી શકો છો કે તમારૂ પાચન યોગ્ય થાય છે કે નહીં.ઉર્જાવાન

ઉર્જાવાન રહો

જો તમારા ખોરાકનું બરાબર પાચન થતું હશે તો તમે ઉર્જાનો અનુભવ કરશો. આવી સ્થિતિમાં તમારૂ શરીર યોગ્ય રીતે પોષકતત્વો લે છે. બીજી તરફ જો ખોરક યોગ્ય રીતે પચતો ન હોય તો તમે દિવસભર સુસ્ત રહેશો અને કોઈ કામ કરવાનું મન નહીં થાય.

કબજિયાતની ફરિયાદ

ખોરાકનું યોગ્ય રીતે પચી જાય તો તમારે કબજિયાતનો સામનો કરવા પડતો નથી. કબજિયાતની વારંવાર ફરિયાદનો મતલબ એ થાય કે તમારૂ પાચન યોગ્ય રીતે થતું નથી.

પેટમાં ભારેપણું ન લાગવું

જો તમારૂ શરીર ખૂબ સારી રીતે પાચન કરતું હશે તો તમને શરીરમાં હળવાશનો અનુભવ થશે. પરંતુ જો તમને અપચાની બિમારી હશે તો થાક અને ભારેપણાની સાથે સુસ્તીનો સામનો કરવો પડે છે.

પેટમાં બળતરા

જ્યારે તમારા ખોરાક વ્યવસ્થિત પાચન થતો હશે તો તમારે પેટ અને શરીરમાં થતી બળતરાનો સામનો નહીં કરવો પડે, પરંતુ જ્યારે ખોરાકને પચાવતા અવયવો યોગ્ય રીતે કામ નહીં કરે ત્યારે આવી સમસ્યા ઉભી થાય છે.

અપચો

જ્યારે ખોરાક વ્યવસ્થિત પચી જવાથી તમને અપચા જેવી સમસ્યા નહીં થાય અને ભૂખ પણ સમયસર લાગશે.

આ બધા સંકેતો બતાવે છે કે તમારો ખોરાક યોગ્ય રીતે પચી રહ્યો છે. આરોગ્યને લગતા અન્ય

આ ઘરેલું વસ્તુથી કરી શકો છો ફેશિયલ