આ 5 વ્યક્તિએ કેળા ખાવાથી હંમેશા દૂર રહેવું જોઈએ, શા માટે તે જાણો


By Nileshkumar Zinzuwadiya11, Oct 2024 06:44 PMgujaratijagran.com

ડાયાબિટીસ

કેળામાં સુગરનું પ્રમાણ વધારે હોય છે.આ સંજોગોમાં જે લોકો ડાયાબિટીસ ધરાવે છે તેમણે કેળાનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ અથવા તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

વજન ઘટાડવા ઈચ્છતા લોકો

કેળામાં કાર્બોહાઈડ્રેટ અને કેલેરીનું વધારે પ્રમાણ હોય છે, માટે જો તમે વેટ લોસ માટે પ્રયત્ન કરતા હોય તો કેળાનું સેવન નિયંત્રિત રીતે કરવું.

કિડની સંબંધિત સમસ્યા

કેળામાં પોટેશિયમનું ઊંચુ પ્રમાણ હોય છે, માટે કિડનીની બિમારીનો સામનો કરતાં લોકોએ તેનું સેવન કરવું જોઈએ નહીં

એલર્જી

કેટલાક લોકોને કેળાથી એલર્જી હોઈ શકે છે, માટે તેમણે સ્વાસ્થ સંબંધિત મુશ્કેલી સર્જાઈ શકે તો તેમણે કેળાના સેવનથી દૂર રહેવું

આંતરડાની સમસ્યા

કેળા પાચન માટે ભારે હોય છે અને કેટલાક લોકોમાં તે પેટ ફુલાવા, ગેસ અથવા કબજિયાતનું કારણ બની શકે છે.

Vitamin B12: ડિનરમાં આ ખોરાક લેવાથી વિટામિન B12 ઝડપથી વધે છે