વજન ઘટાડવા માટે આ 5 ઈન્ડીયન સલાડ છે બેસ્ટ


By Smith Taral22, May 2024 04:58 PMgujaratijagran.com

સ્પ્રાઉટ્સ અને મગ સલાડ

સ્પ્રાઉટ્સ અને ગ્રીન મૂંગ સલાડ એ હળવું, તાજું અને પોષકતત્વોથી ભરપૂર સલાડ છે. આને તમે સવારમાં બ્રેકફાસ્ટમાં અને ઉનાળામાં લંચમા પણ ખાઈ શકો છો.

કાકડી અને ટામેટાનો સલાડ

કાકડી અને ટામેટાનો સલાડ ખાવામાં હળવો અને તાજગીસભર હોય છે, જે ઉનાળામાં ખાવા માટે યોગ્ય છે. આમા કેલરી અને ફેટનું પ્રમાણ ઓછુ જોવા મળે છે.

મુંગ બીન સલાડ

મુંગ બીન સલાડ સ્વાદની સાથે હળવો પૌષ્ટીક ખોરાક છે. ટામેટાં, કાકડીઓ, ડુંગળી અને ગાજર મગની દાળનું આ સલાડ બનવવામાં આવે છે. આ પ્રોટીન, ફાઈબર અને વિટામિન્સ અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે. તેમાં કેલરી અને ચરબી પણ ઓછી હોય છે.

ચીકપીક સલાડ

ચીકપીક સલાડ એક સરળ, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગી છે જેનો આનંદ લંચ, ડિનર અથવા નાસ્તા તરીકે પણ લઈ શકાય છે. ચીકપીક પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વોનો સારો સ્ત્રોત છે.

મીકસ વેજીટેબલ વીથ યોગર્ટ

મીકસ વેજીટેબલ સાથે દહીંનું કોમ્બીનેશન સાથે આ ડીશને તમે ઉનાળામાં લંચમા અથવા સાઈડ ડીશ તરીકે ખાઈ શકો છો. દહીંનું ડ્રેસિંગ ક્રીમી અને સ્વાદિષ્ટ ફ્લેવર ઉમેરે છે.

મીકસ વેજીટેબલ વીથ યોગર્ટ

મીકસ વેજીટેબલ સાથે દહીંનું કોમ્બીનેશન સાથે આ ડીશને તમે ઉનાળામાં લંચમા અથવા સાઈડ ડીશ તરીકે ખાઈ શકો છો. દહીંનું ડ્રેસિંગ ક્રીમી અને સ્વાદિષ્ટ ફ્લેવર ઉમેરે છે.

અમદાવાદના આ ફેમસ સ્ટ્રીટ ફૂડ જરૂરી ટ્રાય કરો