Vitamin C-Rich foods: વિટામિન સીની ઉણપ દૂર કરશે 5 ફ્રૂટ્સ


By Vanraj Dabhi15, May 2025 12:10 PMgujaratijagran.com

વિટામિન સીની ઉણપ

વિટામિન સી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે. તેની ઉણપને કારણે શરીરને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આમળા ખાઓ

આમળાને વિટામિન સીનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. એક આમળામાં નારંગી કરતાં વધુ વિટામિન સી હોય છે.

લીંબુનું સેવન કરો

લીંબુમાં વિપુલ પ્રમાણમાં વિટામિન સી હોય છે. દરરોજ સવારે હૂંફાળા પાણીમાં લીંબુ નાખીને પીવાથી વિટામિન સીની ઉણપ દૂર કરવાની સાથે પાચનતંત્ર પણ મજબૂત બને છે.

નારંગી ખાઓ

નારંગીમાં લગભગ 70 મિલિગ્રામ વિટામિન સી હોય છે. તેનું સીધુ સેવન અથવા તેનો રસ બનાવીને પીવો.

પપૈયા ખાઓ

પપૈયું માત્ર પાચન માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે વિટામિન સીથી પણ ભરપૂર છે. તે ત્વચાના સ્વાસ્થ્યને સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

કેપ્સિકમ

ખાસ કરીને લાલ અને પીળા કેપ્સિકમમાં નારંગી કરતાં વધુ વિટામિન સી હોય છે. તેને સલાડ કે શાકભાજીમાં ઉમેરો.

Sesame Benefits: રોજ એક ચમચી સફેદ તલ ખાના 6 ફાયદા