Sesame Benefits: રોજ એક ચમચી સફેદ તલ ખાના 6 ફાયદા


By Vanraj Dabhi15, May 2025 11:50 AMgujaratijagran.com

સફેદ તલ

સફેદ તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

પોષક તત્ત્વો

સફેદ તલમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક, આયર્ન, સ્વસ્થ ચરબી, એન્ટીઑકિસડન્ટ અને વિટામિન Eથી ભરપૂર હોય છે.

હાડકા મજબૂત બનાવે

સફેદ તલ કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંકથી ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

હૃદય સ્વાસ્થ્ય

તલમાં હાજર સ્વસ્થ ચરબી, ખાસ કરીને મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ, કોલેસ્ટ્રોલને સંતુલિત કરીને બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક ટાળી શકાય છે.

ત્વચાને ચમકદાર બનાવે છે

સફેદ તલમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન E જોવા મળે છે.તે ત્વચાની શુષ્કતા દૂર કરે છે અને ચમક લાવવામાં મદદ કરે છે.

પાચન સુધારે છે

તલમાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતથી રાહત આપે છે.

હોર્મોન સંતુલન

સફેદ તલમાં લિગ્નાન નામનું સંયોજન જોવા મળે છે, જે સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોનને સંતુલિત કરવામાં મદદ કરે છે.

ઉર્જાવાન રાખે

સફેદ તલમાં સ્વસ્થ ચરબી, પ્રોટીન અને આયર્નનું ઉત્તમ મિશ્રણ હોય છે, જે શરીરને લાંબા સમય સુધી ઉર્જા પ્રદાન કરે છે.

Yoga for Diabetes: ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે શ્રેષ્ઠ યોગા