હાઈ બ્લડ પ્રેશર એ શરીરને લગતી ગંભીર સમસ્યા છે. હાઈ બીપીની હૃદય અને કિડની પર અસર થાય છે. તેથી, તેને નિયંત્રણમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.
જો તમે હાઈ બીપીના દર્દી છો તો 5 વાતોનું ધ્યાન રાખવાથી તમે હાઈ થવાથી બચી શકો છો.
બ્લડ પ્રેશરના દર્દીઓએ મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ.
શરીરને મીઠાની જરૂર હોય છે, પરંતુ વધુ પડતા મીઠાના સેવનથી બ્લડપ્રેશર વધી જાય છે.
બીપીના દર્દીઓએ પોતાના વજનનું ધ્યાન રાખવું જોઈએ. વધુ પડતું વજન પણ હાઈ બીપીનું કારણ બને છે.
બીપીના દર્દીઓ માટે તણાવ હાનિકારક માનવામાં આવે છે. જો તમે હાઈ બીપીના દર્દી છો તો તણાવથી દૂર રહો.
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કોફીનું સેવન કરવું બિલકુલ યોગ્ય નથી. તેમાં કેફીન હોય છે, જે બ્લડ પ્રેશરનું સ્તર વધારી શકે છે.
બીપીના દર્દીઓએ આ 5 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.