આ 5 આસાન રીતે કરો હાઇ બ્લડ પ્રેશર કન્ટ્રોલ


By Kishan Prajapati30, Nov 2022 05:30 PMgujaratijagran.com

અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ, હાઇપરટેન્શનવાળા લોકો કન્ટ્રોલ હાઈ શકે છે. જેને લીધે હૃદયની બીમારી, સ્ટ્રોક અને કિડનીને નુકસાન પહોંચી શકે છે. જોકે, તેને મેનેજ પણ કરી શકાય છે.

દરરોજ વર્કઆઉટ કરવાથી વ્યક્તિ શારિરીક અને માનસિક રીતે ફિટ રહે છે. એક્સરસાઇઝ કરવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. વજન વધતું નથી પણ હૃદયને તાકાત મળે છે અને તણાવ ઓછું કરે છે.

મીઠું હૃદયનું દુશ્મન માનવામાં આવે છે. વધુ મીઠું ખાવાથી તમારા હૃદયને લાંબા સમય સુધી નુકસાન પહોંચી શકે છે. અમેરિકન હાર્ટ એસોશિએશન મુજબ, દરરોજ વ્યક્તિને માત્ર 2300 mg મીઠાંની જરૂર હોય છે.

હૃદયને સ્વસ્થ રાખવા અને બ્લડ પ્રેશરના સ્તરને યોગ્ય રાખવા માટે પોટેશિયમ ફાયદાકારક છે. એટલે પોટેશિયમથઈ ભરપૂર ડાયટ લેવું. જેમાં કેળા, ટમેટાં, બટેકા, આલૂ, નટ્સ, બીજ, એવોકાડો, દૂધ, દહી સામેલ છે.

દારૂના વધુ પડતાં સેવનથી બ્લડ પ્રેશર વધે છે. જે સારું નથી. દારૂમાં ખાંડ વધુ પ્રમાણમાં હોવાની સાથે કેલેરીઝ પણ ખૂબ જ હોય છે. જે શરીરમાં ફેટ્સ અને વજન વધારવાનું કામ કરે છે.

સ્ટ્રેસ એક એવી વસ્તુ છે જે આપણી જિંદગીનો ભાગ છે. એક્સપર્ટ માને છે કે, તણાવભર્યું જીવન બ્લડ પ્રેશરને વધારવાની સાથે તમારા હાર્ટ પેશન્ટ પણ બનાવી શકે છે. એટલે તેને કન્ટ્રોલ કરવું જરૂરી છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Neha Malikએ બોડીકોન ડ્રેસમાં શેર કર્યા દુબઈ વેકેશનના ફોટો