Spicy Food: વધુ પડતું તીખું ખાવાથી સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન


By Sanket M Parekh15, Feb 2025 04:28 PMgujaratijagran.com

જીભનો સ્વાદ વધારે

કેટલાક લોકોને તીખું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે, પરંતુ આવું ભોજન માત્ર જીભનો સ્વાદ જ વધારે છે. જો કે સ્વાસ્થ્ય માટે તીખું ભોજન નુકસાનદાયક મનાય છે.

તીખું ખાવાના નુકસાન

જો તમે વધુ પડતું તીખું ખાવ છો, તો સ્વાસ્થ્યને 5 ગંભીર નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ તીખું ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય...

એસિડિટીની સમસ્યા

વધારે પડતું તીખું ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. હકીકતમાં મરચામાં કેપસાઈસિન નામનું તત્વ રહેલું હોય છે. જે પેટમાં બળતરાની સમસ્યા વધારવાનું કામ કરે છે.

મેટાબૉલિઝમ મંદ પડે

જો તમે પહેલાથી જ વધારે વજન ધરાવો છો અને આમ છતાં તીખું ખાતા હોવ, તો તમારું વજન ઝડપથી વધી શકે છે. કારણ કે તીખું ખાવાથી મેટાબૉલિઝમ મંદ પડી જાય છે.

અપચાની સમસ્યા

દરરોજ તીખું ખાવાથી અપચાની સમસ્યા પણ વધી શકે છે. તીખું ખાવાના કારણે ખોરાક પચવામાં વધુ સમય લાગે છે.

પેટમાં બળતરા

વધુ પડતું તીખું ખાવાથી પેટમાં બળતરા વધી જાય છે. જેના કારણે દિવસભર તમે કશું પણ વધારે નહીં ખાઈ શકો.

ઊંઘની સમસ્યા

જો તમે રાતના સમયે તીખું ભોજન ખાશો, તો રાતે સૂવામાં સમસ્યા થઈ શકે છે. વધારે પડતું તીખું ખાવાથી ગેસ્ટ્રિક ગ્લેન્ડ ખરાબ થઈ શકે છે.

અખરોટથી નુકસાન;કોણે અખરોટના સેવનથી દૂર રહેવું જોઈએ