વ્યક્તિના સ્વાસ્થ્યમાં જ્યારે કોઈ સમસ્યા થાય, તો સૌ પ્રથમ તેનું શરીર કેટલાક સંકેતો આપવા લાગે છે. પથરી અર્થાત કિડની સ્ટોનની સમસ્યા થવા પર પણ શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ....
પથરી થવા પર પેટમાં દુખાવો ઉપડે છે. જો તમને પેટના કોઈએક ભાગમાં જ તીવ્ર દુખાવો ઉપડતો હોય, તો તે પથરીનો સંકેત હોઈ શકે છે.
પથરીની સમસ્યામાં દર્દીને પેશાબમાં લોહી પડવાની સમસ્યા થઈ શકે છે. જો કે કેટલાક કિસ્સાઓમાં જોવાથી ખ્યાલ નથી આવતો, પરંતુ યુરિન ટેસ્ટથી જાણી શકાય છે.
જ્યારે પથરી નીચે પેશાબની નળીમાં જતી રહે છે, ત્યારે આવી સ્થિતિમાં દર્દીને વારંવાર પેશાબ આવવાની સમસ્યા થાય છે. જો કે પેશાબ કરતી વખતે પણ દુખાવા સહિતની સમસ્યાનો સામનો કરવો પડે છે.
પથરીની સમસ્યામાં ખાસ કરીને પથરીની જે સપાટી ચીકણી હોય, તેમાં યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની સ્થિતિ હોઈ શકે છે.
પથરીની સમસ્યા હોય, તો પણ વ્યક્તિને તાવ આવી શકે છે. હકીકતમાં યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનના કારણે તાવ આવતો હોય છે.