Water In Liver: લિવરમાં પાણી ભરાવા પર શરીરમાં જોવા મળે છે આ લક્ષણ?


By Sanket M Parekh19, Jun 2025 03:50 PMgujaratijagran.com

લિવરમાં પાણી ભરાવાના લક્ષણ

લિવરમાં પાણી ભરાવા પર કેટલાક સંકેત અગાઉથી શરીરમાં જોવા મળી જાય છે. આ સંકેતો દેખાય તો સમજી જવું જોઈએ કે, તમારા લિવરમાં પાણી ભરાઈ રહ્યું છે.

ગંભીર સમસ્યા

લિવરમાં પાણી ભરાવું ગંભીર સમસ્યા માનવામાં આવે છે. આથી શરૂઆતમાં જ કેટલાક લક્ષણોથી આ સમસ્યાને સમજીને સારવાર કરાવવી જોઈએ, જેથી તે ગંભીર સ્વરૂપ ના લે.

પેટમાં સોજો અને ભારેપણું

લિવરમાં પાણી ભરાવવાનું મુખ્ય લક્ષણ પેટમાં સોજો થાય છે અને પેટ ભારે લાગવા માંડે છે. જો તમને પણ પેટ ભારે લાગતું હોય, તો તે લિવરમાં પાણી ભરાવવાનો સંકેત હોઈ શકે છે.

શ્વાસ લેવામાં સમસ્યા

જો તમને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હોય, તો તે પણ લિવરમાં પાણી ભરાવાનું લક્ષણ હોઈ શકે છે. હકીકતમાં લિવરમાં પાણી ભરાવાના કારણે ફેફસા પર અસર થતી હોય છે.જેના પરિણામે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.

પગ અને એડીમાં સોજા

લિવરમાં પાણી ભરાવાથી પાણી અને સોડિયમનું સંતુલન બગડી જાય છે. જેના પરિણામે પગ અને એડીમાં સોજાની સમસ્યા થાય છે.

વજન વધવું

અચાનક શરીરનું વજન વધવા માંડે, તો તે પણ લિવરમાં પાણી ભરાવાનું લક્ષણ હોઈ શકે છે. જો કે વજન વધવાના અન્ય કારણો પણ હોઈ શકે છે, ત્યારે તબીબની સલાહ લેવી ઉચિત રહે છે.

તબીબી સલાહ

જો તમને શરીરમાં ઉપરોક્ત જણાવ્યા મુજબના લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જોઈએ. જેથી ડૉક્ટર તમને યોગ્ય સલાહ અને સારવાર આપી શકે.

30 વર્ષની ઉંમર પછી, તમારે આ 5 યોગાસનો કરવા જ જોઈએ