Diabetes: બ્લડ સુગર કંટ્રોલ કરતી વખતે આ ભૂલો ક્યારેય ના કરશો


By Sanket M Parekh25, Apr 2025 03:56 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

બ્લડ સુગર અસંતુલિત થવાથી ડાયાબિટીસ, વજન વધવું, હોર્મોન અસંતુલિત થવા અને કેટલાક કેન્સરનો ખતરો વધે છે. જેને કંટ્રોલમાં કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ સંદર્ભે ડૉ. સોનિયા ભટ્ટ પાસેથી જાણીએ એવી કઈ ભૂલો છે, જેના કારણે સુગર વધવાનો ખતરો વધી જાય છે.

માત્ર કેલેરી ઓછી કરવી પુરતું નહીં

બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે માત્ર કેલેરી જ ઘટાડવી પુરતું નથી. કાર્બ્સ, ફેટ અને પ્રોટીનનું સંતુલન પણ શરીરમાં ખૂબ જ આવશ્યક છે.

બેલેન્સ ડાયટ જરૂરી

અનાજ, બીન્સ, ફળ જેવા કૉમ્પ્લેક્સ કાર્બ્સને ફેટ અને પ્રોટીન સાથે લેવા જોઈએ. જેનાથી બ્લડ સુગર ધીમે-ધીમે વધે છે અને સ્થિર રહે છે.

હાઈડ સુગરથી સાવધાન

દહી, પેક્ડ ફૂડ અને સૂપમાં હાઈડ સુગર હોઈ શકે છે. આથી આવી કોઈ વસ્તુ ખરીદતા પહેલા તેનું લેબલ ધ્યાનથી વાંચી લો અને સુગરનું પ્રમાણ અચૂક ચેક કરવાનું રાખો.

આર્ટીફિશિયલસ સ્વીટનર

ઓછી કેલેરી વાળી સ્વીટનર પણ સુગર ક્રેવિંગ વધારી શકે છે. બ્લડ સુગર મેનેજ કરતા સમયે તેને મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ.

ડાયટમાં ફાઈબર ભરપુર લો

25-35 ગ્રામ ફાઈબર દરરોજ જરૂરી છે. જે સુગરના અવશોષણને મંદ પાડે છે અને બ્લડ સુગરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે.

ફાઈબર વાળા ફૂડ્સ ખાવ

દરેક મીલમાં ફાઈબર સામેલ કરો. આખું અનાજ, ફળ, શાકભાજી, દાળ અને બીન્સના સેવનથી બ્લડ સુગર મેનેજ કરવામાં મદદ મળે છે.

એક્સરસાઈઝ જરૂરી

નિયમિત એક્સરસાઈઝથી ઈસ્યુલિન સેન્સેટિવિટી વધે છે અને ગ્લુકોઝને એનર્જીમાં બદલવામાં મદદ મળે છે. વજન પણ કંટ્રોલમાં રહે છે. તણાવ હોર્મોન કોર્ટિસૉલ વધે છે, જેનાથી બ્લડ સુગર પણ વધી શકે છે. મેડિટેશન, પુરતી ઊંઘ લેવાનું રાખવું જોઈએ

શું તમને પણ સૂતી વખતે લાળ ટપકે છે? જાણો તેના પાછળનું કારણ