શેક્સપિયરના નાટકોથી પ્રેરણા લઈને બોલીવુડમાં ઘણી ફિલ્મો બની છે. જેમાં શેક્સપિયરની વાર્તાને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. અહીં કેટલીક એવી ફિલ્મો છે જે તમારે અવશ્ય જોવી જોઈએ.
વિશાલ ભારદ્વાજની 'મકબૂલ' એક એવી ફિલ્મ છે, જેમાં શેક્સપિયર નાટક મેકબેથ પર આધારીત છે જે મુંબઈના અંડરવર્લ્ડની દુનિયાને નજીકથી બતાવે છે. ફિલ્મમાં ઈરફાન ખાન, તબ્બુ, પકંજ કપૂરનો અભિનય અને રોમાંચક સ્ટોરી તમને છેક સુધી જકડી રાખે છે.
'ઓમકારા' એ શેક્સપિયર નાટક ઓથેલો પર આધારિત છે. આ ફિલ્મ ભારતના ગામડાઓની રાજનીતિ અને તેના જીવનશૈલીની આસપાસ સેટ કરવામાં આવી છે. અજય દેવગણ અને સૈફ અલી ખાનના પાત્રોને જીવંત કરતી આ ફિલ્મ ઘણી રોમાંચક છે.
'હૈદર' એ શેક્સપિયના નાટક હેમલેટ પર આધારિત છે. કાશ્મીરના ચાલતા સંઘર્ષ સાથે પારિવારિક ડ્રામા ને તેમાં સુદંર રીતે દેખાડવામાં આવ્યું છે. આમાં શાહિદ કપૂર અને તબ્બુનો જબરદસ્ત અભિનય તમારું દિલ જીતી લેશે
'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા' એ રોમિયો અને જુલિયટની લોકપ્રિય પ્રેમકથા પર આધારિત છે, જેમાં સંજય લીલા ભણસાલીએ ગુજરાતી સંસ્કૃતિ વચ્ચે રામ અને લીલા નો અતૂટ પ્રેમની વાર્તા કહી છે.