Stomach Ulcers: પેટમાં અલ્સર થવા પર શરીરમાં જોવા મળે છે આ પાંચ લક્ષણ


By Sanket M Parekh18, May 2025 04:18 PMgujaratijagran.com

પેટમાં અલ્સર

પેટમાં અલ્સર અર્થાત ચાંદા પડવા પર શરૂઆતના સમયમાં શરીરમાં આ પાંચ લક્ષણો જોવા મળે છે. તો ચાલો ક્યા લક્ષણોથી અલ્સરની ઓળખી શકશો.

ગંભીર સમસ્યા

પેટમાં અલ્સર થવું ખૂબ જ ગંભીર સમસ્યા માનવામાં આવે છે. પેટમાં અલ્સર થવાનું મુખ્ય કારણ ખાણીપીણીની ખોટી આદત અને ખરાબ લાઈફસ્ટાઈલ છે.

શરીરનું વજન ઉતરવું

પેટમાં અલ્સર થવા પર દર્દીનું વજન ઝડપથી ઘટવા લાગે છે, કારણ કે વ્યક્તિ ખાવાનું ઓછું કરી નાંખે છે. આ સાથે જ જે ખાય છે, તે ખોરાક પણ વ્યવસ્થિત રીતે પચતો નથી.

પેટમાં દુખાવો

અલ્સરના દર્દીઓને પેટના ઉપરના ભાગમાં દુખાવો ઉપડે છે. આ દુખાવો ખાસ કરીને જમ્યા બાદ વધારે તીવ્ર થઈ જતો હોય છે.

છાતીમાં દુખાવો

પેટમાં અલ્સર થવા પર છાતીની આસપાસ પણ દુખાવાનો અહેસાસ થતો હોય છે. ઘણી વખત એસિડિટીના કારણે પણ આ ભાગમાં દુખાવો થતો હોય છે.

લોહીની ઉલ્ટી

ઉલ્ટી થવી પણ અલ્સર થવાનું એક લક્ષણ માનવામાં આવે છે. ઘણી વખત તબીયત ગંભીર થઈ જવા પર દર્દીને લોહીની ઉલ્ટી પણ થાય છે.

મળનો રંગ બદલાય

પેટમાં અલ્સર થવાનું એક લક્ષણ મળનો રંગ બદલાવો પણ હોઈ શકે છે. અલ્સરના દર્દીઓના મળનો રંગ કાળો અને ચીકણો હોય છે.

Heart Disease: હાર્ટમાં સમસ્યા થવા પર પગમાં જોવા મળે છે આ સંકેત